સ્થાપનાઃ વિ.સં. ૨૦૪૭, મહાવદ-૮, તા. ૦૭-૦૨-૧૯૯૧ ગુરૂવાર
પ્રેરકઃ પ.પૂ. ગુરૂવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિકેશવદાસજી (સ્વામીનારાયણ યુવક મંડળ, સેક્ટર-૨૩, ગાંધીનગર)
નોંધઃ સ્વામિનારાયણ યુવક મંડળના સભ્યોએ દેશવિદેશમાં જ્યાં હોય ત્યાં દર અઠવાડિયે આ કાર્યક્રમ મુજબ મુમુક્ષુઓને ભેળા કરીને સભા કરવી. કોઈ ન હોય તો ઘરના સભ્યો સાથે મળીને… તેમ શક્ય ન બને તો સભ્યે પોતે એકલાએ પણ કાર્યક્રમ મુજબ અવશ્ય સભા કરવી એવી પૂ. ગરૂજીની આજ્ઞા છે.
* * * * *
૧. પ્રાર્થના
શ્રી મન્મંગલ મૂર્તિમાર્ત શમનં માલાં કરે તૌલશીમ્ ।
દક્ષે સૂક્ષ્મ વલક્ષ સાન્દ્ર વસનાન્ યા બિભ્રતં સર્વદા ॥
ચારૂ સ્મેર મુખામ્બુજં લસદુરં શ્રી વત્સ લક્ષ્માંકિતમ્ ।
ધ્યાયે ભૂષણ ભૂષણાંગ મનીષં શ્રી સ્વામિનારાયણમ્ ॥
* * * * *
વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ.
જેને ભજતાં છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ.
સમરૂ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામને રે લોલ.
જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રે લોલ.
જે હરિ અક્ષર બ્રહ્મ આધાર પાર કોઈ નવ લહે રે લોલ.
જેને શેષ સહસ્ત્ર મુખ ગાય નિગમ નેતિ કહે રે લોલ.
વર્ણવું સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોલ.
નખ શીખ પ્રેમ સખીના નાથ રહો ઉરમાં રમી રે લોલ… વંદુ સહજાનંદ…
* * * * *
ધ્યાનમૂલં ગુરૂમૂર્તિં, પૂજામૂલં ગુરૂ પદમ્ ।
મંત્રમૂલં ગુરૂર્વાક્યં, મોક્ષમૂલં ગુરૂ ક્રૂપા ॥
અજ્ઞાન તિમિરાન્ધસ્ય, જ્ઞાનાંજન શલાક્યા ।
ચક્ષુરૂન્મિલિતં યેન, તસ્મેઇ શ્રી ગુરવે નમઃ ॥
* * * * *
૨. સમૂહ કિર્તન
તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે, શ્રી ઘનશ્યામ હરિ.
રૂડી ચાલ જગતથી ન્યારી રે, શ્રી ઘનશ્યામ હરિ.
ઉંડી નાભી છે ગોળ ગંભીર રે, શ્રી ઘનશ્યામ હરિ.
રૂડા લાગો છો શ્યામ શરીર રે, શ્રી ઘનશ્યામ હરિ.
તારી છાતી ઉપડતી શ્યામ રે, શ્રી ઘનશ્યામ હરિ.
એ છે લક્ષ્મી કેરૂ ધામ રે, શ્રી ઘનશ્યામ હરિ.
તારા મુખની શોભા જોઈ રે, શ્રી ઘનશ્યામ હરિ.
રાખું અંતરમાંઈ પ્રોઈ રે, શ્રી ઘનશ્યામ હરિ.
તારા નેણ કમળ પર વારી રે, શ્રી ઘનશ્યામ હરિ.
મંજુકેશાનંદ બલિહારી રે, શ્રી ઘનશ્યામ હરિ.
* * * * *
તારેંગે સંત તારેંગે ભવજલમેં બુડત સંત તારેંગે.
જન્મ મરણ ભય તબહિ ભાગે, સંત સાધુ ઉર ધારેંગે, ભવજલમેં…
જો તરી ગયે સો સંત સમાગમ, અબ હી સંત ઉદ્ધારેંગે, ભવજલમેં…
સંત સબદકું જો લોપી ચલેંગે, આગે બહુત સંભારેંગે, ભવજલમેં…
દાસ મુકુંદ નાવ સત્સંગ ત્યાં, પલમેં પાર ઉતારેંગે, ભવજલમેં…
* * * * *
૩. યુવક દ્વારા શાસ્ત્ર વાંચન
૪. યુવકનું પ્રવચન
૫. કિર્તન-વચનામ્રુત પાઠ બોલવાં
૬. સમય પ્રમાણે કીર્તન – ઝીલવાનું
– હાજરી
- આરતી
- ધૂન
- પ્રસાદ