આરતી પ્રગટ પ્રભુજીકી કીજે,
હરિચરણ કમળ લખી અંતર લીજે – આરતી – ૧

સનકાદિક નારદ ત્રિપુરારી,
હરિ વિમળ નામ રટે વારમવારી – આરતી – ૨

અનંત કોટિ ભુવનેશ ભવાની,
હરિ સબ વિધિ મહિમા શકત નહિ જાની – આરતી – ૩

ધરત ધ્યાન દ્રઢ યોગ મુનિશ્વર,
હરિ શેષ સહસ્ત્ર મુખ રટત નિરંતર – આરતી – ૪

નર નાટક ક્ષર અક્ષર ન્યારા,
હરિ પુરુષોત્તમ પુરણ જન પ્યારા – આરતી – ૫

નૌતમ રૂપ અંકળ છબી ન્યારી,
હરિ બ્રહ્માનંદ જાવત બલિહારી – આરતી – ૬

આરતી ઉમંગ સહિત મંગળા ઉતારું,
મંગળમય મૂરતિ પર તનમનધન વારું – આરતી – ૧

મંગળમય મંડપ મેં રાજત દોઉં ભાઈ;
નારાયણ નર સમેત સંતન સુખદાઈ – આરતી – ૨

મંગળમય મુનિવર સબમંગળ ગુન ગાવે,
મંગળમય સબ સમાજ બરન્યો નહિ જાવે – આરતી – ૩

મંગળમય દરશ કરત સંતસમાજ આઈ;
મુક્તાનંદ મંગળમય પ્રભુપદ બલ જાઈ – આરતી – ૪

જય સદગુરૂ સ્વામી, પ્રભુ જય સદગુરૂ સ્વામી;
સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી…
(પ્રભુ જય સદગુરૂ સ્વામી)

ચરણસરોજ તમારાં, વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી;
ચરણે ચિત્ત ધર્યાથી, ચરણે ચિત્ત ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી…
(પ્રભુ જય સદગુરૂ સ્વામી)

નારાયણ નર ભ્રાતા, દ્વિજકુળ તનુ ધારી, પ્રભુ દ્વિજકુળ તનુ ધારી;
પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી…
(પ્રભુ જય સદગુરૂ સ્વામી)

નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી;
અડસથ તિરથ ચરણે, અડસથ તિરથ ચરણે, કોટિ ગયા કાશી…
(પ્રભુ જય સદગુરૂ સ્વામી)

પુરૂશોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે;
કાળ કર્મથી છુટી, કાળ કર્મથી છુટી, કુટુંબ સહિત તરશે…
(પ્રભુ જય સદગુરૂ સ્વામી)

આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી, પ્રભુ કરુણા બહુ કીધી;
મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિધ્ધી…
(પ્રભુ જય સદગુરૂ સ્વામી)