Donation to CM Kanya Kelvani Nidhi Yojna Fund
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના ફંડમાં સમર્પણ

શાસ્ત્રી સ્વામીશ્રી હરિકેશવદાસજી (પૂ.ગુરુજી) ના ૬૪મા દીક્ષા પર્વ પ્રસંગે ગાંધીનગરના શ્રી સ્વામિનારાયણ મંદિર, સેકટર-૨૩ દ્વારા રૂ.1,00,000/- આર્થિક સહયોગ રૂપે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના ફંડમાં સમર્પણ કરવામાં આવ્યું.

રાજ્યના શિક્ષણમંત્રીશ્રી માનનીય શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ તથા ગાંધીનગર સમાચારના તંત્રીશ્રી માનનીય કૃષ્ણકાંતભાઈ જહા સાહેબ મંદિરે પધાર્યા અને માનનીય શિક્ષણમંત્રીશ્રી ને ચેક સમર્પણ કર્યો હતો.