Stay Updated with Temple

PC / Mobile : Install WhatsApp

Satsang Swadhyay

સ્વામિનારાયણ યુવક મંડળનો સાપ્તાહિક સભાનો કાર્યક્રમ

સ્થાપના: વિ.સં. ૨૦૪૭, મહાવદ-૮,
તા: ૭-૨-૧૯૯૧ ગુરૂવાર.
પ્રેરક: પ.પૂ. ગુરૂવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિકેશવદાસજી
સ્વામિનારાયણ મંદિર, સેક્ટર -૨૩, ગાંધીનગર.
સંચાલક: પૂ . શાસ્ત્રી હરિપ્રિયદાસજી
નોંધ: સ્વામિનારાયણ યુવક મંડળના સભ્યોએ દેશ વિદેશમાં જયાં હોય ત્યાં દર અઠવાડિયે આ કાર્યક્રમ મુજબ મુમુક્ષુઓને ભેગા કરીને સભા કરવી. કોઈ ન હોય તો ઘરના સભ્યો સાથે મળીને … તેમ શક્ય ન બને તો સભ્ય પોતે એકલાએ પણ કાર્યક્રમ મુજબ કરવી એવી પૂ.ગુરૂજીની આજ્ઞા છે.

•-:-•-:-•-:-•-:-•-:-•-:-•-:-•-:-•-:-•-:-•-:-•-:-•-:-•-:-•-:-•-:-•-:-•-:-•-:-•-:-•-:-•-:-•-:-•-:-•-:-•

૧. પ્રાર્થના

શ્રી મન્મંગલ મૂર્તિમાર્તિ શમનં માલાં કરે તૌલશીમ્ |
દક્ષે સૂક્ષ્મ વલક્ષ સાન્દ્ર વસના ન યા બિભ્રતં સર્વદા |
ચારૂ સ્મેર મુખામ્બુજં લસદુરં શ્રી વત્સ લક્ષમાંક્તિમ |
ધ્યાયે ભૂષણ ભૂષણiગ મનીષં શ્રી સ્વામિનારાયણમ્ |

(શોભાના ધામ – સાગર જેનું સ્વરૂપ સદા મંગળકારી છે. જેનાં દર્શન દુ:ખનાશક છે. ભક્તહિતાય જમણા હાથમાં તુલસીની માળા ધારણ કરનારા, ઝીણી વણાટનું કોમળ વસ્ત્ર સદાય ધારણ કરી રહેલા મંદ હાસ્યયુક્ત સુંદર મુખારવીંદવાળા શ્રી વત્સના ચિન્હથી જેની છાતી શોભી રહી છે. ભક્તોએ અર્પેલા આભુષણોથી શોભિત સ્વરૂપવાળા શ્રી સ્વામિનારાયણ ભગવાનનું હું અખંડ ધ્યાન કરૂં છું.)

વાણી મંગલરૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલં,
નેત્રે મંગલ દે ચ દોર્વિલસિતં, નૃણાં પરં મંગલમ્ |
વકત્રં મંગલ કૃચ્ચપાદ ચલિતં, યસ્યાડખિલં મંગલ,
સોડયં મંગલ મુર્તિરાશુ જગતો, નિત્યં ક્રિયામંગલમ્ ||

(જેની વાણી મંગળરૂપ છે . જેનું હાસ્ય મંગળ છે , જેનાં નેત્રો મંગળ કરનારાં છે , જેના હાથનાં લટકાં ભક્તોનું મંગળ કરે છે, જેના મુખનું દર્શન મંગળરૂપ છે , જેના ચરણની ગતિ મંગળ છે , જેનું સમગ્ર સ્વરૂપ મંગળમૂળ છે એવા મંગળમૂર્તિ ધર્મનન્દન તમે આ સમગ્ર વિશ્વનું તત્કાલ મંગળ કરો.)

ધ્યાનમૂલં ગુરૂમૂર્તિ, પૂજામૂલં ગુરૂ પદમ્ I
મંત્રમૂલં ગુરૂર્વાક્યં, મોક્ષમૂલં ગુરૂ કૃપા II

(ગુરૂની ભાવમયી મૂર્તિ ધ્યાનનું મૂળ છે . ગુરૂનાં ચરણ પૂજાનું મૂળ છે . ગુરૂ વચન મંત્રનું મૂળ છે . ગુરૂ કૃપા જ મોક્ષનું મૂળ છે.
ભાવાનુવાદ:- ગુરૂની પાસે બેસી ભગવત્ સ્વરૂપના ધ્યાનની યુક્તિ શીખવી . ગુરૂ સાનિધ્યમાં નમ્રતા રાખવી . ગુરૂ વચનમાં રહીને મંત્રનો જપ કરવો. ગુરૂની કૃપાથી મોક્ષનાં દ્વાર ખુલી જાય છે.)

અજ્ઞાન તિમિરાન્ધસ્ય , જ્ઞાનાંજન શલાકયા I
ચક્ષુરૂન્મિલિતં યેન, તસ્મૈ શ્રી ગુરૂવે નમઃ I

અજ્ઞાનરૂપી અંધકારથી અંધ બનેલા શિષ્યનાં નેત્રોને જેમણે જ્ઞાનરૂપી અંજનશલાકાથી નિર્મલ કરી ઉઘાડ્યાં છે તે ગુરૂને વંદન છે. (હો)

યથા બાલકાનાં હિતં સ્વસ્ય કુર્યાત,
પિતા વા સખા સ્વસ્ય સખ્યુંસ્તથા ત્વમ્ |
હિતં કર્તુમહોસિ ચાપ્રેરિતં મે,
કુપાનાથ તુભ્યં નમસ્ત્વં પ્રસીદ ||

પિતા જેમ પોતાના બાળકોનું અપ્રેરિત હિત કરે છે . સખા જેમ પોતાના સખાનું અપ્રેરિત હિત કરે છે . તેમ તમે પણ અપ્રેરિત મારૂં હિત કરવાને યોગ્ય છો . કૃપાનાથ ! તમોને નમસ્કાર છે. તમો મારી ઉપર સદાય પ્રસન્ન રહો.

જેને જેનો આશરો તેને તેની લાજ
વારે વારે શું કહું જાણો છો મહારાજ.

૨. સમુહ કીર્તન
૩. યુવક દ્વારા શાસ્ત્ર વાંચન
૪. યુવકનું પ્રવચન
૫. કીર્તન – વચનામૃત મુખપાઠ બોલવાં .
૬. સમય પ્રમાણે કીર્તન – ઝીલવાનું
– હાજરી
– ધૂન
– પ્રસાદ

Powered by themekiller.com