સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લિખિત શિક્ષાપત્રી ૨૦૦ વર્ષ ❛ સમૈયો ❜ ના ઉપલક્ષમાં વિશેષ પૂજન – ભજન સત્ર આશીર્વાદ: શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ પ. પૂ. ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી
દિવ્ય પ્રેરણા: પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિકેશવદાસજી (પૂ. ગુરુજી)
ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને સર્વજીવ હિતાવહ એવી શિક્ષાપત્રી સ્વહસ્તે લખી તેની ૨૦૦ વર્ષ ❛ સમૈયો ❜ ના ઉપલક્ષ્યમાં શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રિયદાસજીના માર્ગદર્શનથી આ વર્ષ દરમિયાન દર એકાદશીએ શિક્ષાપત્રીના વિશેષ પૂજન – ભજનનું આયોજન કર્યું છે. જેમાં સ્થાનિક ભક્તો મંદિરમાં અને બહારગામ તેમજ વિદેશના ભક્તો ઓનલાઇન જોડાઈ પૂજન – ભજનનો લાભ લઈ શકશે.
જે ભક્તજનો આ વિશેષ પૂજન – ભજન સત્રમાં જોડાયા હોય તેઓ તેની નોંધ લિંક ઉપર ક્લિક કરીને જણાવી શકશે. સમય: દર એકાદશીએ સાંજે ૭:૪૫ વાગ્યે સ્થળ: શ્રી સ્વામિનારાયણ મંદિર, સેક્ટર – ૨૩, ગાંધીનગર નોંધ: પૂજન – ભજન માટે સાથે લાવવાની સામગ્રી : ૨ આસન, શિક્ષાપત્રી, ચોખા, ચોસર પદ સંકીર્તન પુસ્તક અને કરતાલ કાર્યક્રમ: