કોરોના મહામારીનાં કપરા કાળનો ભોગ બનેલા જીવાત્માઓનાં કલ્યાણ માટે “સંકીર્તન પ્રાર્થના” નું આયોજન કરવામાં આવેલ છે.

નિસ્વાર્થ ભાવે આયોજિત આ સંકીર્તન પ્રાર્થના કાર્યક્રમમાં આપ “વસુધૈવ કુટુમ્બકમ” ભાવનાથી આપના ઘરે બેઠા ઓનલાઇન જરૂરથી જોડાઈ સહભાગી બનશો.

  • 27 Jul 2021, Sunday
  • 08:00 pm (IST) Onwards
  • પ્રેરણા : પૂ. શાસ્ત્રી સ્વામીશ્રી હરિકેશવદાસજી
  • માર્ગદર્શન : શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રિયદાસજી
  • સ્થળ : સ્વામિનારાયણ મંદિર સેક્ટર ૨૩ ગાંધીનગર

પૂ. શાસ્ત્રી સ્વામીશ્રી હરિકેશવદાસજીની પ્રેરણાથી, સે-૨૩, સ્વામિનારાયણ મંદિર દ્વારા કોરોના મહામારીના કપરા કાળનો ભોગ બનેલા જીવાત્માઓના કલ્યાણ માટે સંકીર્તન પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિસ્વાર્થ ભાવે આયોજીત આ સંકીર્તન પ્રાર્થના કાર્યક્રમમાં દેશ-વિદેશમાં ખુબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ “વસુધૈવ કુટુમ્બકમ્ ” ભાવનાથી સહુના ઘરે બેઠા ઓનલાઈન જોડાઈ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી.